સુરતની એસઓજીની ટીમે ડિઝલ ચોરીને ઝડપી પાડી
ડુમસના દરિયા વિસ્તારમાંથી 75 જેટલા ડ્રમ જપ્ત કર્યા
શિપમાં ઈલેક્ટ્રિક મોટર લગાવીને પાઇપલાઇન દ્વારા ડીઝલ ચોરી
સુરતની એસઓજીની ટીમે ડુમસના દરિયા વિસ્તારમાંથી ડિઝલ ચોરીને ઝડપી પાડી 75 જેટલા ડ્રમ જપ્ત કર્યા હતા. તો તસ્કરો શિપમાં ઈલેક્ટ્રિક મોટર લગાવીને પાઇપલાઇન દ્વારા ડીઝલ ખેંચતા હોવાનુ સામે આવ્યુ છે.
સુરતની એસઓજીની ટીમને ડિઝલ ચોરીનો કૌભાંડ ઝડપી પાડવામાં સફળતા મળી છે. ડુમસના દરિયાઈ વિસ્તારમાં લંગરવામાં આવેલા મોટા જહાજોમાંથી મશીનરી દ્વારા ડીઝલની ચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસને તપાસ દરમિયાન દરિયા કિનારાના વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ડીઝલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 75 જેટલા ડ્રમ કબજે કર્યા છે, જેમાં આશરે 10 લાખ રૂપિયાની કિંમતનું ચોરીનું ડીઝલ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં એસ.ઓ.જી. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી, આ ગુનામાં સંડોવાયેલા શખ્સોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીથી દરિયાઈ માર્ગે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર મોટી લગામ લાગી છે.
