સુરતની રાંદેર પોલીસે જુગાર રમતા 13 જુગારીઓને ઝડપ્યા
લાખોની રોકડ સહિત કાર, મોબાઈલ વાહનો કબ્જે કર્યા
સુરતની રાંદેર પોલીસે જુગાર રમતા 13 જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી લાખોની રોકડ સહિત કાર, મોબાઈલ વાહનો કબ્જે કર્યા હતાં.
સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 5 અને મદદનીશ પોલીસ કમિશનર કે.ડીવીઝનની સુચનાને લઈ રાંદેર પીઆઈ આરજે ચૌધરી અને પીઆઈ એમકે ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બીજી વસાવાની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઈ જોરૂભાઈ, અહેકો રહીશ, મોબતસિંહ અને ધર્મેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે રાંદેર તાડવાડી પાસે આવેલ ઓમકાર રેસિડેન્સીની બાજુમાં નવી બંધાતી બિલ્ડંગ પાસે પતરાના શેડમાં જુગાર રમતા 13 જુગારીઓને ઝડપી પાડી પોલીસે આરોપીઓ પાસેથી દાવ પરના તથા અંગ ઝડતીના રોકડા રૂપિયા, 17 મોબાઈલ ફોન, પાંચ કાર અને એક મોપેડ મળી 70 લાખ 13 હજારથી વધુની મત્તા કબ્જે કરી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
