સુરતની એલસીબી ઝોન 1ની ટીમે ફરાર આરોપીને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની એલસીબી ઝોન 1ની ટીમે ફરાર આરોપીને ઝડપ્યો
આરોપી ઈમોરલ ટ્રાફીકીંગના ગુનામાં નાસતા ફરતા હતા
આરોપી લાલજી ખોખરની ધરપકડ

સુરત એલસીબી શાખા ઝોન વનની ટીમે સરથાણામાં ઈમોરલ ટ્રાફીકીંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન અને નાયબ પોલીસ કમિશનર ઝોન વન આલોકકુમાર નાઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુચનાઓ આપી હોય તે અંતર્ગત અનાર્મ હેડ કોન્સ્ટેબલ હરીસિંહ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ આનંદભાઈનાઓએ બાતમીના આધારે સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલા ઈમોરલ ટ્રાફિકિંગના ગુનામાં ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપી એવા મુળ અમરેલીના સાવરકુંડલાનો અને હાલ સરથામા સીમાડા ગામ ખાતે રહેતા સાગર લાલજી ખોખરને ઝડપી પાડી તેનો કબ્જો સરથાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *