સુરતની ઉત્રાણ પોલીસે શ્રાવણીયો જુગાર ઝડપ્યો
આશુતોષ ઉર્ફે હર્ષિલ સોજીત્રા સાથે 9 જેટલા જુગારીઓ ઝડપ્યા
9 જુગારીઓને ઝડપી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો
સુરતની ઉત્રાણ પોલીસે શ્રાવણીયો જુગાર રમતા 9 જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી લાખોઓનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ, અધિક પોલીસ કમિશનર ઝોન ફાઈવ અને મદદનીશ પોલીસ કમિશનર એલ ડીવીઝનની સુચના મુજબ ઉત્રાણ પોલીસ મથકના પી.આઈ. ડી.યુ. બારડ અને સેકન્ડ પી.આઈ. એનજી પટેલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઉત્રાણ ઉમરાગામ શુભવીલા સોસાયટીની બાજુમાં આવેલ તુલસી આર્કેટ બિલ્ડીંગના બીજા માળે આવેલી ઓફિસમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડયા હતાં. જ્યાં જુગારધામ ચલાવનાર આશુતોષ ઉર્ફે હર્ષિલ સોજીત્રા સાથે 9 જેટલા જુગારીઓ શ્રાવણીયો જુગાર રમતા પકડાયા હતા પોલીસે જુગારીઓ પાસેથી અંગઝડતીના અને દાવ પરના રોકડા રૂપિયા, મોબાઈલ સહિત 2 લાખ 69 હજારથી વધુની મત્તા કબ્જે કરી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
