સુરતની ડિંડોલી પોલીસે લુંટના આરોપીને ઝડપ્યા
લુંટના ગુનાને અંજામ આપનાર રીઢાઓને કલાકોમાં ઝડપ્યા
સુમીત ઉર્ફે શુભમ અને વિવેક ઉર્ફે કેવલ ઉર્ફે જેરી સોલંકીને ઝડપ્યા
સુરતની ડિંડોલી પોલીસે લુંટના ગુનાને અંજામ આપનાર રીઢાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર ૨, નાયબ પોલીસ કમિશનર ઝોન ૬ અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડીવિઝનની સુચના મુજબ ડીંડોલી પી.આઈ. આર.જે.ચુડાસમા અને સેકન્ડ પીઆઈ કે.એ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડિંડોલીમાં 6 ડિસેમ્બરના રોજ સાંજના સમયે છઠ્ઠ ગાર્ડનના મુખ્ય દરવાજા પાસેથી બેગની લુંટ કરી ભાગી છુટેલા લુંટારૂઓને ઝડપી પાડવા ટીમ મેદાને હતી ત્યારે પીએસઆઈ મસાણીની ટીમના અ.પો.કો. નિકુલદાન અને યશપાલસિંહને મળેલી બાતમીના આધારે લુંટના ગુનાને અંજામ આપનાર રીઢાઓ સુમીત ઉર્ફે શુભમ રવિન્દ્રભાઇ પઠાડે અને વિવેક ઉર્ફે કેવલ ઉર્ફે જેરી કમલેશભાઇ સોલંકીને ઝડપી પાડી તેઓ પાસેથી લુંટમાં ગયેલ રૂપિયા તથા બે મોબાઈલ, અને બાઈક સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
