સુરત : ઉધના લિંબાયત રેલવે ગરનાળામાં ભરાયા પાણી
લોકો જીવના જોખમે થઇ રહ્યા છે પસાર
વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી
સુરતમાં રવિવારે રાત્રીથી પડેલા વરસાદને લઈ ઉધના લિંબાયત રેલ્વે ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી થઈ હતી.
સુરતમાં મોડી રાતથી જ અનાધાર વરસાદ વચ્ચે ઉધના લિંબાયત રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો તથા સ્થાનિકોને હાલાકી થઈ હતી. તો લોકો જીવનના જોખમે ગરનાળામાંથી પસાર થતા જોવા મળ્યા હતાં. ગરનાળા ખાતે વરસાદમાં કામી આ સમસ્યા હોવા છતા પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી. તો થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જતુ હોય જેથી ઝડપથી પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવા લોકો દ્વારા મનપા પાસે માંગ કરાઈ હતી.
