સુરત એસઓજીએ ડિઝલ માફીયાઓ સામે ફરિયાદ નોંધાવી

Featured Video Play Icon
Spread the love

સુરત એસઓજીએ ડિઝલ માફીયાઓ સામે ફરિયાદ નોંધાવી
હજીરા પોલીસ મથકની હદમાં આલિયા બેટ પર દરોડા
10.67 લાખની કિંમતનું શંકાસ્પદ ડીઝલ અને ત્રણ હોડીઓ ઝડપી

સુરત એસઓજીએ હજીરા પોલીસ મથકની હદમાં આલિયા બેટ પર દરોડા પાડી ડિઝલ ચોરી રેકેટ ઝડપી પાડ્યા બાદ ડિઝલ માફીયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે હજીરા પોલીસ મથકની હદમાં આવતા તાપી નદીના આલિયા બેટ પર એક મોટું ઓપરેશન પાર પાડીને છેલ્લા પાંચ વર્ષથી ધમધમતા ગેરકાયદેસર ડીઝલ ચોરીના રેકેટને ઝડપી પાડ્યું હતું. પોલીસે આ દરોડામાં 10.67 લાખની કિંમતનું શંકાસ્પદ ડીઝલ અને ત્રણ હોડીઓ મળી 27 લાખ 47 હજાર 550નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે 48 કલાક બાદ ગવીયર અને ડુમસના કુલ 15 જેટલા માથાભારે શખસો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. સુરત એસઓજીના હેડ કોન્સ્ટેબલ જગશીભાઈ શાંતિભાઈને મળેલી સચોટ બાતમીના આધારે પોલીસે સ્થાનિક માછીમારની હોડીની મદદ લઈ મધરાતે આલિયા બેટ પર આકસ્મિક દરોડો પાડ્યો હતો.

બેટ પર તપાસ કરતા ઝાડી-ઝાંખરામાં છુપાવેલા 71 બેરલ મળી આવ્યા હતા, જેમાં 14,200 લિટર શંકાસ્પદ ડીઝલ હતું. ત્યારબાદ અન્ય સ્થળે ડોક કરેલી 3 એન્જિનવાળી હોડીઓમાંથી વધુ 10,400 લિટર ડીઝલ મળી આવ્યું હતું. પોલીસે ગવીયરના રાજેશ મોહન પટેલ, તેજશ લાલજી પટેલ, ડુમસના જેમીશ નવનીત ખલાસી, અજીત પટેલ, અજય, ભરત ખલાસી અને મનીષ પટેલ સહિત અન્ય 7-8 અજાણ્યા શખસો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *