સુરત સ્વચ્છતામાં અગ્રેસર
અંધારામાં પણ કચરો નાખતા પહેલા ચેતજો
પાંડેસરામાં ખાડી કિનારે કચરો નાંખતા લોકોને દંડ કરાયો
એસએમસી દ્વારા કચરો નાખતા લોકોને દંડ કરાયો
સુરતના ઉધના ઝોન દ્વારા જાહેરમાં ગંદકી કરનારાઓ સામે લાલ આંખ કરાઈ હોય તેમ પાંડેસરા ખાડી કિનારે કચરો નાંખનરાઓને દંડ કરી સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અપીલ કરાઈ હતી.
સુરતમાં અંધારાનો લાભ કે પછી સુમ શાન જગ્યા જોઈને કચરો નાંખતા લોકો ચેતી જજો કારણ કે હવે સુરત મહાનગર પાલિકા એકશન મોડમાં આવી ગઈ છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં ખાડી કિનારે કચરો નાંખતા લોકોને દંડ કરાયો હતો. કચરો નાખવા આવતા લોકોને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કરી અપિલ કરાઈ છે. તો અંધારાનો લાભ લઈ ટેમ્પામાં કચરો લાવી ઠાલવવામાં આવતો હતો જેની જાણ હતા એસએમસી દ્વારા કચરો નાખતા લોકોને દંડ કરાયો હતો. હાલ તો ઉધના ઝોન દ્વારા કચરો નાખતા લોકોને દંડ આપવાની કામગીરી હાથ ધરાતા અન્યોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
