સુરત : રિક્ષા ચાલકે ઝેરી દવા પી આપઘાત કર્યો
સુરતના પાંડેસાર ખાતે રિક્ષા ચાલકે આપઘાત કર્યો છે
શ્યામ મંદિર નજીક દવા પીને આપઘાત કરી લીધો
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
સુરતમાં આપઘાત સહિતના વધી રહેલા બનાવો વચ્ચે પાંડેસરા ખાતે રહેતા રિક્ષા ચાલકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરતમાં ઘણા સમયથી આપઘાતના બનાવો બની રહ્યા છે. ત્યારે સુરતના પાંડેસાર ખાતે રિક્ષા ચાલકે આપઘાત કર્યો છે. પાંડેસરા ખાતે રહેતા રિક્ષા ચાલક રાહુલ નગીના કુસવાએ શ્યામ મંદિર નજીક દવા પીને આપઘાત કરી લીધો હો. તો બનાવને લઈ પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબ્જો લઈ પીએમ અર્થે સિવિલમાં ખસેડી હતી. તો બે વર્ષથી રાહુલ રીક્ષા ચલાવતો હતો જો કે આપઘાત કેમ કર્યુ તે જાણી શકાયુ નથી.
