સુરત પાલ પોલીસે હાઈબ્રિડ ગાંજા સાથે બે યુવાનોને ઝડપ્યા
1.50 લાખથી વધુનો ગાંજો પકડ્યો
સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની પાલ પોલીસે બાતમીના આધારે હાઈબ્રિડ ગાંજા સાથે બે યુવાનોને ઝડપી પાડી લાખોનો ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર શૈફાલી બારવાલ અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ બીએ ભટ્ટની ટીમ પીએસઆઈ એમવી પરમાર સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ભરતભાઈને મળેલી બાતમીના આધારે પાલ ફોર્ચ્યુન મોલના બેઝમેન્ટ તથા ગ્રાઉન્ડ ફ્લોર પરથી ગેરકાયદેસર રીતે નશાયુક્ત પ્રતિબંધિત હાઈબ્રિડ ગાંજા સાથે ચાહત નરેશ રાવલ અને લોકેશ શ્રીકાંત ભોજકને ઝડપી પાડી તેઓ પાસેથી 1.50 લાખથી વધુનો ગાંજો તથા મોબાઈલ ફોન, મોપેડ સહિત 2 લાખ 80 હજારથી વધુની મત્તા કબ્જે કરી બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
