સુરત મહાનગર પાલિકાનું નાટ્ય સ્પર્ધા ફરી વિવાદમાં

Featured Video Play Icon
Spread the love

સુરત મહાનગર પાલિકાનું નાટ્ય સ્પર્ધા ફરી વિવાદમાં
નાટ્ય કલાકારો એસએમસીના નવા નિયમોથી નારાજ
શું 56 વર્ષ જૂની સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા આ વર્ષે રદ્દ થશે?
નવા અને અચાનક બદલાયેલા નિયમોથી કલાકારોમાં ભારે રોષ

સુરતમાં નાટ્ય સ્પર્ધાના કલાકારો અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે નાટ્ય કલાકારોએ આક્ષેપો કર્યા હતાં.

સુરત મહાનગર પાલિકાનું નાટ્ય સ્પર્ધા ફરી વિવાદમાં આવી હોય તેમ નાટ્ય કલાકારો અને પાલિકા અધિકારી આમને સામને આવી ગયા છે. કલાકારોએ વિરોધ નોંધાવી આરોપ લગાવ્યો હતો કે પાલિકા અધિકારી જોહુકમી ચલાવી રહ્યા છે. કલાકારોને પોતાના મનપસંદ નાટક ભજવવા મનાઈ કરે છે. સુરત મનપાના અધિકારી મનફાવે તેમ નિયમ બતાવી રહ્યા છે. તો કલાકારોનું કહેવું છે કે સ્ક્રૂટિની પહેલા નાયક સ્ક્રિપ્ટ બદલી શકાય છે. પરંતુ અધિકારીઓ આ કરવા દેતી નથી. પાલિકા અધિકારી કહી રહ્યા છે કે જે નાટકનું ફોર્મ ભરવામાં આવ્યું છે તેજ નાટક ભજવવો પડશે. કોઈ કલાકારોને નાટ્ય સ્પર્ધામાં નાટક બદલવા માટે વિરોધ નથી પરંતુ પાલિકા અધિકારી પોતાની મનમાનીન કરી રહ્યા હોવાના આક્ષેપ સાંસ્કૃતિક સમિતિના મેનેજર ધવલ ગાંધી સામે કરાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *