સુરત મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં
સ્થાયી સમિતિ ચેરમેન દ્વારા આરોગ્ય મુદ્દે આપેલી સુચના
ખાદ્ય સામગ્રીમાં ભેળસેળયા ઉપર લગામ લગાવા કાર્યવાહી
સુરત મહાનગર પાલિકાના સ્થાયી સમિતિ ચેરમેન દ્વારા આરોગ્ય મુદ્દે આપેલી સુચનાને લઈ પાલિકાના આરોગ્ય વિભાગે એકશન મોડમાં આવી તપાસ શરૂ કરી દીધી છે.
સુરત મહાનગર પાલિકાના સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલે જાહેર આરોગ્ય મુદ્દે આકરા તેવર દાખવ્યાં બાદ હવે પાલિકાના ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી ગયુ છે. ફુડ વિભાગની રોજની કામગીરીનો વિગતવાર અહેવાલ રજુ કર્યો હતો. આરોગ્ય વિભાગના વડાએ જણાવ્યુ હતુ કે દર મહિને આ પરફોર્મન્સ રિપોર્ટ મનપા કમિશનર સમક્ષ રજૂ કરાશે. ત્યારે આજરોજ ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં ખાદ્ય સામગ્રી વેચતા સંસ્થાઓને ત્યાં સેમ્પલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેથી ખાદ્ય સામગ્રીમાં ભેળસેળયા ઉપર લગામ લગાવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
