સુરત સાયબર ક્રાઈમ સેલને મળી સફળતા
ભારતભરના 23 રાજયોમાં આ લોકો સામે 171 ફરીયાદ
શેર બજારના નામે લોભામણી સ્કીમ આપનાર આરોપી ઝડપાયો
આંતરરાષ્ટ્રીય ગેંગના વધુ એક મેમ્બરને પોલીસે ઝડપી પાડયો
ખોટી કંપનીઓ ઉભી કરી શેરમાર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ મા સારૂ એવુ વળતર મળશે તેમ લોકોને કહી બેંક એકાઉન્ટ તથા આંગડીયા મારફતે રૂપીયા મેળવી છેતરપીંડી કરતી આંતરરાષ્ટ્રીય ગેંગના મેમ્બરને ઝડપી પાડવામા સુરત સાયબર ક્રાઈમ સેલને સફળતા મળી છે.
સુરત શહેરમા ઓનલાઈન છેતરપીડીના બનાવોની સંખ્યામા દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે પોલીસ ખાતુ લોકોને કહી રહ્યા છે કે ફ્રોડ થી બચો પરંતુ લોકો જલ્દીથી નફો મેળવવાની લાલચમાં લાખો રૂપીયા ગુમાવે છે. ત્યારે સુરત સાઈબર ક્રાઈમને જાણવા જોગ ફરીયાદ ને આધારે ઉત્રાણ ખાતેના પ્રગતી આઈટી પાર્ક પાસે આવેલ ઈનોવેટીવ ટ્રેડ ની ઓફીસમા રેઈડ કરતા ગુન્હીત પ્રવૃતી જણાઈ આવી હતી. જેના આધારે તેનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો હતો. ત્યા પણ તપાસ કરતા મલ્ટી લેવલ માર્કેટીંગ સ્કીમમાં રોકાણ કરાવી લોકોને લોભ લાલચ આપી લાખો રૂપીયાની છેતરપીંડી કરાતી હતી તે ધ્યાને આવતાજ પોલીસે ગુન્હો નોંધી સૌરાષ્ટ્રના જામનગર પાસેના ખંભાળીયા ખાતે રહેતા અને મુખ્યસુત્રધાર એવા અજય ઉર્ફે ગોપાલ રાજેશ ભીંડીની અટકાયત કરી હતી. અગાઉ આ કેસમાં ત્રણ ની ધરપકડ થઈ ચુકી છે. જેમા ભારતભરના 23 રાજયોમાં આ લોકો સામે 171 જેટલી ફરીયાદ દાખલ કરાઈ છે.
