સુરત : સાયબર ક્રાઈમની કાર્યવાહી
ડિજિટલ એરેસ્ટ કરનાર આરોપી ઝડપાયો
આરોપી ફરિયાદી પાસેથી 7.5 લાખ પડાવ્યા હતા
મહિલા પ્રોફેસર પાસેથી 7.5 લાખ પડાવનાર સુરતથી ઝડપાયો
રાજસ્થાનના મહિલા પ્રોફેસરને ડિજિટલ એરેસ્ટ કરી સાડા સાત લાખ રૂપિયા પડાવવાના અજમેર સાયબર ક્રાઈમમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની વાહન ચોરી સ્કોડની ટીમે રાજસ્થાનના મહિલા પ્રોફેસરને ડિજિટલ એરેસ્ટ કરી તેઓ પાસેથી સાડા સાત લાખ રૂપિયા પડાવી લેવાના નોંધાયેલા અજમેર સાયબર ક્રાઈમ પોલીસ મથકના ગુનામાં વોન્ટેડ એવા બેંક એકાઉન્ટ ભાડે આપનાર જહાંગીરપુરા ખાતે રહેતા હિતેશ પ્રવિણચંદ્ર દોઢીયાવાલાને ઝડપી પાડી તેનો કબ્જો અજમેર સાયબર ક્રાઈમને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
