સુરત : કપાયેલું માથું અને ધડનો ભેદ ઉકેલાયો

Featured Video Play Icon
Spread the love

સુરત : કપાયેલું માથું અને ધડનો ભેદ ઉકેલાયો
ઝબલા થેલીમાં માથું લઈ ફરતો હત્યારો સીસીટીવીમાં કેદ
મા-બહેન સામે ગાળો આપતા ધડથી માથું અલગ કરી નાખ્યું
ઘરમાં હત્યા કર્યા બાદ માથું લઈ કચરામાં ફેંક્યું હતું
લસકાણાની સનસનીખેજ હત્યાનો આરોપી ઝડપાયો

સુરતના લસકાણા વિસ્તારમાં કચરાના ઢગલામાંથી યુવાનનુ ધડથી અલગ માથુ મળી આવ્યા ની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવીની મદદથી હત્યારાને ઝડપી પાડ્યો છે.

સુરતમાં લસકાણા વિપુલનગર તળાવ પાસે કચરાના ઢગમાંથી કપાયેલું માથું મળી આવ્યું હતું. 500 મીટરના અંતરે વાળીનાથ નગરમાં નરેશ બચુભાઈ સરધારાના મકાનમાં પહેલા માળે રૂમ નંબર 13માંથી લોહીથી લથપથ ધડ મળી આવ્યું હતું. ડાયમંડ નગરમાં આવેલા કારખાનામાં તપાસ કરતાં મરનારની ઓળખ બિહારના દિનેશ મહંતો તરીકે થઈ હતી. જેની જાણ થતા જ પીપોદરા રહેતો મૃતકનો ભાઈ લસકાણા દોડી આવ્યો હતો અને દિનેશ ચાર મહિનાથી લસકાણામાં રહેતો હોવાનું જણાવ્યું હતું. તો સીસીટીવીની તપાસ કરતા મૃતકનું કપાયેલું ડોકું કચરાપેટીમાં નાંખતાં શખ્સની ઓળખ મુન્ના બિહારી તરીકે થઈ હતી. મરનાર દિનેશ મહંતો જે કારખાનામાં નોકરી કરતો હતો ત્યાં જ મિત્ર મુન્નો પણ નોકરી કરતો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચે મુન્નાની અટકાયત કરી પુછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે તેણે જ મિત્રની હત્યા કર્યા બાદ ડોકુ કાપી ફેંકી દીધો હતો. હાલ તો હાલ તો ક્રાઈમ બ્રાન્ચે હત્યારાનો કબ્જો લસકાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *