જૂનાગઢ વંથલીના ગાદોઈમાં કરશનભાઈ કટારીયાનો આપઘાત.
પિતરાઈ ભાઈઓના માનસિક ત્રાસથી કંટાળી ભર્યું અંતિમ પગલું.
અઢી વીઘા જમીન માટે કાકાના દીકરાએ ત્રાસ આપ્યો
જૂનાગઢના વંથલીમાં જમીન વિવાદમાં વૃદ્ધે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, જમીન પચાવી પાડવાના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે અને અઢી વીઘા જમીન માટે કાકાના દીકરાએ ત્રાસ આપ્યો હોવાનો પરિજનોનો આક્ષેપ છે
જૂનાગઢના વંથલીમાં 20 વર્ષ જૂના જમીન વિવાદે આખરે એકનો જીવ લીધો છે અને ગાદોઈ ગામની જમીન કૌટુંબીએ પડાવી લેવા આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, મૃતકના પુત્રએ 5 શખ્સો વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ અને મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે, વંથળીના ગાદોઈ ગામની સીમમાં આવેલ ખેતીની જમીન નામે કરી દેવા કાકાના દીકરા અને એસઆરપી કર્મી સહિતના સાત શખ્સોના માનસિક ત્રાસથી કંટાળીને જૂનાગઢના એક ખેડૂતે 16 દિવસ પહેલા પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધાનું સામે આવતા પોલીસમાં પાંચ શબ્દો સામે મરી જવા મજબુર કયાનો ગુનો નોધાયો છે. જૂનાગઢના ચપુરમ મંગલધામમાં રહેતા અને કડીયાકામ કરતા લીલાભાઈ ઉર્ફે નિલેષભાઈ કરશનભાઈ કટારીયાએ વંથવી પોલીસમાં જીયુ રાજી કટારીયા, રાજા કાળા કટારીયા, દુર્લભ પીઠા કટારીયા, મહેશ દુર્રમ કટારીયા, મંજુબેન દુર્લબ કટારીયા સામે ફરિયાદ નોંધાવી છે
તા.1 જાન્યુઆરીના રોજ આ બાબતે ગુમસુમ રહેલા કરશનભાઈએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીપો હતો, તેના ખિસ્સામાંથી ત્રણ પાનાની એક સ્યુસાઈડ નોટ મળી આવેલી જેમાં તમામના નામ લખ્યા હતા. અને જમીન નામે કરી દેવા દબાદલ કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેના આધારે પોલીસે તપાસ કરીને અંતે કરશનભાઈને મરી જવા મજબુર કર્યાનો ગુનો દાખલ કર્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
