રાજકોટમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરોનો આપઘાતનો પ્રયાસ.
રેસકોર્સ રિંગ રોડ પર ફિનાઇલ પી આપઘાતનો કર્યો પ્રયાસ.
પિહુ રાજપૂત અને અનિશા કાસમાણીએ ફિનાઈલ પીધું.
રાજકોટ રેસકોર્સ પાસે બે મહિલા ઈન્ફ્લુએન્સરે ફિનાઈલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. આ પગલું ભરતા પહેલા તેઓએ અંકિતા પટેલ, સોનુ ઉર્ફે દીદુ, રિદ્ધિ અને મિલનના ત્રાસ આપ્યો હોવાના આરોપ સાથેનો વીડિયો વાયરલ કર્યો છે, ત્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં બે મહિલા ઈન્ફ્લુએન્સરે ફિનાઈલ પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ આત્મઘાતી પગલું ભરતા પહેલા બંનેએ એક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જે વીડિયોમાં બંને ઈન્ફ્લુએન્સર મહિલાએ કેટલાક શખ્સોના નામ લઈ તેઓ ત્રાસ આપતા હોવાનો આરોપ મૂક્યો છે અને બાદમાં ચાલુ વીડિયોએ જ બંને ફિનાઈલ ગટગટાવી રહી છે, ત્યારે હાલ આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રેસકોર્સ પાસે આવેલ ગાર્ડન નજીક ફિનાઈલ ગટગટાવનાર આ બંને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મહિલાઓએ વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તેઓ સુરતની અંકિતા પટેલ, રાજકોટની સોનુ ઉર્ફે દીદુ તથા મુખ્ય આરોપી મોરબીની રિદ્ધિ અને તેના પતિ મિલન સહિતના વ્યક્તિઓનો નામ જોગ ઉલ્લેખ કરી તેઓના ત્રાસને કારણે આ પગલું ભરતી હોવાના આરોપો થઈ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના રાજકોટ રેસકોર્સ પાસે આવેલ ગાર્ડન નજીકની ગઈકાલની છે, વાયરલ વીડિયોમાં કેટલાક શખ્સોના ત્રાસથી આ બંને મહિલાઓ આ આત્મઘાતી પગલું ભરતી હોવાનો દાવો થઈ રહ્યો છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વાયરલ વીડિયોમાં બંને ફરિયાદી મહિલાઓ કહી રહી છે કે, અમે મોજ-મસ્તી માટે એક વીડિયો બનાવ્યો હતો, જેને ધ્યાને લઈને આ ઉલ્લેખિત ચારેય લોકો રૂપિયા પડાવવા માટે અમને ત્રાસ આપી રહ્યા છે, આ લોકો અમને કહી રહ્યા છે કે, ‘તમે પાકિસ્તાનથી આવ્યા છો’ આ કહીને તેઓ ત્રાસ આપતા અમે હવે આત્મહત્યા કરવા જઈએ છીએ….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
