સુરતમાં કૃષ્ણ જન્મોત્સવને લઈ જોરદાર ઉત્સાહ
જહાંગીરપુરા ઈસ્કોન મંદિરમાં ભક્તોની ભીડ
સુરતમાં કૃષ્ણ જન્માષ્ટમીને લઈ ઉજણીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ઈસ્કોન મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતાં.
આજે દેશભરમાં કૃષ્ણ જન્મોસત્વ જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે સુરતના જહાંગીરપુરા સ્થિત ઈસ્કોન મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના દર્શન અર્થે ઉમટી પડ્યા હતાં. સુરત શહેર અને જિલ્લામાંથી દર્શને આવેલા ભક્તોની લાંબી લાંબી કતાર જોવા મળી હતી. તો મંદિરમાં હરે કૃષ્ણ, હરે રામા ના નાદ સાથે ભક્તો કૃષ્ણમય ભક્તિમાં લીન જોવ મળ્યા હતાં. તો ભગવાનની અલગ અલગ ઝાંખીઓનાં ભક્તો દ્વારા દર્શન કરાયા હતા જેમાં બાળ ગોપાલના લોકોએ પારણા કરાવ્યા હતાં. તો ભગવાન શ્રીકૃષ્ણને અદભુત વાઘા નો શણગાર કરાયો હતો. અને ભગવાનને છપ્પન પ્રકારની મીઠાઈઓ સહિતનો ભોગ ચઢાવાયો હતો. જ્યારે અલગ અલગ ભજન મંડળીઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના ભજન કિર્તન કરાતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
