મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે ગુજરાતનાં મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન.

Featured Video Play Icon
Spread the love

મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે ગુજરાતનાં મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન.
યુદ્ધની ફર્ટિલાઈઝર પર અસર અંગે કરી વાત.
જનતાને નુકસાન ન થાય તે માટે સરકારના પ્રયાસો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને 20 દિવસનો સમય થઈ ગયો છે. મિલિટ્રી બેઝ અને નેતાઓ પર હુમલા સાથે શરૂ થયેલા આ યુદ્ધમાં હવે ટાર્ગેટ બદલાયા છે અને એનર્જી ફિલ્ડ મુખ્ય નિશાને બન્યા છે. ત્યારે ગુજરાતના મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે જેમાં યુદ્ધની ફર્ટિલાઈઝર પર અસર અંગે વાત કરી છે

મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઓઇલ અને ગેસના કૂવા ‘પ્રાઇમ ટાર્ગેટ’ બની ગયા છે. પહેલા ઈરાનના ખર્ગ દ્વીપ પર હુમલો અને હવે સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર થયેલો મોટો હુમલો દર્શાવે છે કે અમેરિકા અને ઈઝરાયલ ઈરાનને આર્થિક રીતે પાયમાલ કરવાની દિશામાં પગલાં ભરી ચૂક્યા છે. વળતી કાર્યવાહીમાં હવે ઈરાન પણ એનર્જી સાઇટ્સને નિશાન બનાવી રહ્યું છે. ત્યારે જાણો કેવી રીતે આ જંગ હવે દુનિયા માટે એક મોટું સંકટ ઊભું કરી શકે છે. યુદ્ધની ફર્ટિલાઈઝર પર અસર અંગે ગુજરાતના મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે

ઈરાન સાથેના યુદ્ધમાં સૌથી પહેલા પાવર સ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને સીધા સૈન્ય મથકો તથા નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ યુદ્ધનો વ્યાપ સમુદ્ર સુધી પહોંચ્યો, જ્યાં ટોર્પિડો હુમલા અને જહાજોને ઉડાવવાની ઘટનાઓથી ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ જેવા રસ્તાઓ અસુરક્ષિત બની ગયા. પરંતુ, હવે આ સંઘર્ષ એક ખતરનાક વળાંક લઈ ચૂક્યો છે, જ્યાં સીધા દેશોની ‘એનર્જી લાઇફલાઇન’ પર હુમલા થઈ રહ્યા છે. એટલે કે જંગ હવે માત્ર સૈન્ય તાકાતની નહીં, પરંતુ આર્થિક મોરચે નુકસાન પહોંચાડવાની થઈ રહી છે, જેની અસર વિશ્વના અર્થતંત્ર પર પડી રહી છે. આ જંગમાં ખર્ગ દ્વીપ પર હુમલાથી જ એનર્જી ફિલ્ડ પર એટેકનો સિલસિલો શરૂ થયો હતો. શનિવારે ઈરાનની લાઇફલાઇન ગણાતા ખર્ગ દ્વીપ પર અમેરિકાએ હુમલો કર્યો હતો. આ દ્વીપ ઈરાનના તટથી અંદાજે 30 કિલોમીટર દૂર છે અને અહીંથી દેશનું લગભગ 90% કાચું ઓઇલ એક્સપોર્ટ થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ઈરાન સ્ટ્રેટ ઑફ હોર્મુઝને બ્લોક કરશે, તો આ દ્વીપના ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *