સુરત : દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા
ન્યુ હળપતિવાસમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડા
પોલીસે દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો
અલથાણ પોલીસ મથકની હદમાં ન્યુ હળપતિવાસમાં ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો જ્યારે બુટલેગર ભાગી છુટ્યો હતો.
સુરતમાં બુટલેગરો બેફામ બની રહ્યા છે ત્યારે અલથાણ પોલીસ મથકમાં વર્ષોથી દારૂનો વેપલો કરતા બુટલેગરને ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતાં. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અલથાણ પોલીસ મથકની હદમાં આવેલ અલથાણ ન્યુ હળપતિ વાસમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડા પાડી ત્યાંથી બુટલેગર ધરર્મેશ ઉર્ફે જગ્ગુ અશોક રાઠોડને ઝડપી પાડી તેની પાસેથી દારૂનો જથ્થો, વાહન અને મોબાઈલ તથા રોકડા રૂપિયા મળી 8 લાખ 10 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે બુટલેગર દિનેશ ઉર્ફે દિનુ સુરેશ રાઠોડ ભાગી છુટતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.
