સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્રારા રમત ઉત્સવ
રમત ઉત્સવ 2026 માં 20 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિકના લક્ષ્ય
સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા યોજાયેલ રમત ઉત્સવ 2026 માં 20 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.
સુરત નગર શિક્ષણ સમિતિનો રમત ઉત્સવ-૨૦૨૬નુ આયોજન કરાયુ છે. સુરતની નગર શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રમત ઉત્સવનું આયોજન કરાયુ છે. તો આ રમતોત્સવમાં શાળાઓના 80,899 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ રમત ઉત્સવ 10 ફેબ્રુઆરી થી 20 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. 2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિકના લક્ષ્ય સાથે વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ જેવી કે વીએનએસજીયુનો 7 કરોડનો સિન્થેટિક ટ્રેક અને દીનદયાલ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે રમવાની તક મળશે. એથ્લેટિક્સમાં દોડ, કૂદ, ફેંક, સાંધિક રમતો ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, તો હોકી, સ્વિમિંગ, બાસ્કેટ બોલ અને યોગા-ચેસ જેવી ઈન્ડોર ગેમ્સ રમાડવામાં આવશે.
