સુરત મનપાના ખુલ્લા પ્લોટમાંથી માટીની ચોરી
અડાજણ પોલીસે કૌભાંડમાં મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો
આરોપી દિપ સુબાષ ડોબરીયાને ઝડપી પાડ્યો
અડાજણ પોલીસે સુરત મનપાના ખુલ્લા પ્લોટમાંથી માટીની ચોરી કરી વેંચી નાંખવાના કૌભાંડમાં મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિહં ગહલૌત, સંયુક્ત પોલીસ કમિશનર વત્સ અને નાયબ પોલીસ કમિશનર ઝાલા તથા મદદનીશ પોલીસ કમિશનર ચૌધરીના માર્ગદર્શન હેઠલ પીઆઈ વીએ જોગરાણાની ટીમ પીએસઆઈ એનડી પટેલ અને પીએસઆઈ ડીએલ યાદવના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ ડીએલ યાદવને મળેલી બાતમીના આધારે સુરત મનપાના ખુલ્લા પ્લોટમાંથી માટીની ચોરી કરી વેંચી નાંખવાના ઝડપાયેલા કૌભાંડના મુખ્ય સુત્રધાર એવા કામરેજ ખાતે રહેતા દિપ સુબાષ ડોબરીયાને ઝડપી પાડ્યો હતો.
