મોડાસા સર્કિટ હાઉસ ખાતે સિનિયર નેતાઓની બેઠક
રાહુલ ગાંધીએ કરી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત
રાહુલ ગાંધીએ બાળકોને ઓટોગ્રાફ આપ્યો
મોડાસા સર્કિટ હાઉસ ખાતે સિનિયર નેતાઓની બેઠક હતી આ સમય દરમિયાન નજીકમાં આવેલી સર્વોદય હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ રાહુલ ગાંધીની મુલાકાત કરવા માટે બગીચામાં બેઠા હતા રાહુલ ગાંધી મીટીંગ પૂર્ણ કર્યા પછી બહાર આવતા બાળકોએ બૂમ પાડતા જ રાહુલ ગાંધીએ તેમને નજીક બોલાવ્યા હતા અને તેઓને ચોકલેટ આપી હતી તેઓ શું કરે છે તે અંગે પૂછતા બાળકોએ જવાબ આપ્યો કે તેઓ પરીક્ષા આપીને અહીં આવ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ તેઓને બેસ્ટ ઓફ લક કર્યું હતું આ સાથે જ રાહુલ ગાંધીએ બાળકોને ઓટોગ્રાફ આપ્યો હતો