સુરતમાં સરપંચ પરિસંવાદ કાર્યક્રમનુ આયોજન કરાયુ
તમામ ગામના સરપંચ તથા ગામના આગેવાનો મળી
40 જેટલા લોકોની હાજરીમાં એક મીટીંગનુ આયોજન
સુરતના સચીન પોલીસ મથક ખાતે સચીન અને ભેસ્તાન વિસ્તારના સરપંચો તથા આગેવાનો સાથે સરપંચ પરિસંવાદ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતું.
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની સુચનાથી સુરતના સચીન પોલીસ મથક ખાતે સચીન અને ભેસ્તાન પોલીસ મથક વિસ્તારમાં આવેલા તમામ ગામના સરપંચ તથા ગામના આગેવાનો મળી 40 જેટલા લોકોની હાજરીમાં એક મીટીંગનુ આયોજન કરાયુ હતું. આ મિટીંગનો મુખ્ય હેતુ ગ્રામીણ સ્તરની પોલીસીંગ વધુ મજબુત અને અસરકારક બને અને ગામડાઓમાં કોઈ પણ બનાવ બને ત્યારે તેની જાણ સ્થાનિક પોલીસને તાત્કાલિક મળી જાય તેમજ પરિસંવાદમાં સરપંચો તથા ગામના આગેવાનોએ પોતાના ગામમાં પોલીસ અધિકારી ક્ષેત્રને લગતા કોઈપણ બનાવ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ જણાવાયુ હતું.
