સુરતમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે આરટીઓની કડક કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે આરટીઓની કડક કાર્યવાહી
બે વર્ષમાં 1465 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા
ટ્રાફિક વિભાગે 113 વાહનચાલકોની યાદી તૈયાર કરી

સુરતમાં વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ઈ-ચલણના દંડ ભરવામાં બેદરકારી દાખવનારા સુરતીઓ સામે હવે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક વિભાગે એવા 113 વાહનચાલકોની યાદી તૈયાર કરી છે, જેમણે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનમાં અર્ધશતક બનાવી દીધું છે, એટલે કે તેમને 50 થી પણ વધુ ઈ-ચલણ મળી ચૂક્યા છે.

સુરતમાં વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ઈ-ચલણના દંડ ભરવામાં બેદરકારી દાખવનારા સુરતીઓ સામે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરતા ટ્રાફિક વિભાગે 113 વાહન ચાલકોની યાદી તૈયાર કરી છે કે જેમણે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનમાં અર્ધશતક બનાવી દીધું છે, આ તમામ 113 વાહનચાલકો એવા છે જેમણે આટલી મોટી સંખ્યામાં ઈ-ચલણ આવ્યા હોવા છતાં એક પણ વાર દંડની રકમ ભરી નથી. આ વાહનચાલકોએ લોક અદાલતનો લાભ લેવાની તક પણ જતી કરી છે, જેના કારણે ટ્રાફિક પોલીસે તેમની સામે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. આ સમગ્ર મામલે સુરત ટ્રાફિકના ડીસીપી પન્ના મોમયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 113 લોકોને 50 થી વધુ ઈ-ચલણ મળ્યા છે, કારણ કે તેઓએ વારંવાર અલગ અલગ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ લોકોએ નિયમો તોડવાનું બંધ કર્યું નથી અને દંડ પણ ભર્યો નથી.

આરટીઓ વિભાગે વારંવાર ટ્રાફિકના નિયમોની ઐસી તૈસી કરનારા ચાલકોને સ્પષ્ટ ચીમકી આપી છે, સુરતમાં લાયસન્સ સસ્પેન્ડ થવાના આ નિર્ણયથી વારંવાર નિયમો તોડતા અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ટ્રાફિક પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે નિયમ ભંગ કરીને જાહેર સલામતી જોખમમાં મૂકતા લોકો સામે હવે કોઈપણ પ્રકારની નરમાશ રાખવામાં આવશે નહીં, સુરત શહેરમાં માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમોના સખત પાલન માટે સુરત પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વારંવાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે RTO વિભાગે છેલ્લા બે વર્ષમાં 1465 જેટલા ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *