સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વેડરોડ ઉપર આગ
પટેલ ઈન્ડસ્ટ્રીઝના લુમ્સના કારખાનામાં આગ
ફાયર વિભાગ દ્રારા ફસાયેલા કારિગરનુ રેસ્ક્યુ કરાયુ
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વેડરોડ પર પટેલ ઈન્ડસ્ટ્રીઝના લુમ્સના કારખાનામાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. તો ફસાયેલા કારિગરનુ રેસ્ક્યુ કરાયુ હતું.
સુરતમાં આગના બનાવો વધી રહ્યા છે. ત્યારે વેડરોડ ખાતે આવેલ પટેલ ઇન્ડસ્ટ્રીઝ માં આગનો બનાવ બન્યો હતો. ઈન્ડસ્ટ્રીના ખાતાના પહેલા માળે લુમ્સના કારખાનામાં આગનો બનાવ બનતા ફાયરની 8 થી 10ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તો આગમાં ત્રીજા માળે ફસાયેલા એક વ્યક્તિને ફાયરે રેસ્ક્યુ કર્યો હતો. ઘુમાડો વધુ હોવાના કારણે ફાયરના જવાનોને કામગીરી કરવા પણ ખુબજ હાલાકી થઈ હતી. જો કે આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો. જ્યારે આગ કયા કારણોસર લાગી તે જાણવા મળ્યુ નથી.
