સુરતના કતારગામનીટીપી સ્કીમ નંબર 49, 50 અને 51ના રિઝર્વેશન

Featured Video Play Icon
Spread the love

સુરતના કતારગામનીટીપી સ્કીમ નંબર 49, 50 અને 51ના રિઝર્વેશન
મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષની રજુઆતો
રાજ્ય સરાકરે સકારાત્મક સંકેત આપ્યો હોવાનુ સામે આવ્યુ

સુરતના કતારગામનીટીપી સ્કીમ નંબર 49, 50 અને 51ના રિઝર્વેશન મામલે મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષની રજુઆતો બાદ રાજ્ય સરાકરે સકારાત્મક સંકેત આપ્યો હોવાનુ સામે આવ્યુ છે.

સુરતના કતારગામની ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51માં રીઝર્વેશનથી પ્રભાવિત હજારો લોકોને મોટી રાહતનો રાજ્ય સરકાર સ્તરેથી સકારાત્મક સંકેત મળ્યો છે. સુરતના મેયર દક્ષેશ માવાણી અને સ્થાયી અધ્યક્ષ રાજન પટેલએ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા શહેરી વિકાસ મંત્રી સમક્ષ વિસ્તૃત વિગતો સાથે ધારદાર રજૂઆતો કરી હતી જેને લઈ આગામી નજીકના દિવસોમાં મોટું ડેવલપમેન્ટ થઈ શકે છે. મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષની રજૂઆતમાં ટીપી વિભાગના સ્ટાફને પણ ટેકનિકલ રજૂઆત માટે હાજર રખાયા હતાં. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પ્રભાવિત લોકોએ ઘણી વખત રજૂઆતો કરી હતી. પરંતુ પાલિકાના પેટનું પાણી હલ્યું ન હતું. પરંતુ અંતે દિલ્હીથી ફોન આવતા જ પાલિકા તંત્ર દોડતું થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *