સુરત કતારગામમાં વિવાદિત ટીપી 49, 50, 51 માં રિઝર્વેશન

Featured Video Play Icon
Spread the love

સુરત કતારગામમાં વિવાદિત ટીપી 49, 50, 51 માં રિઝર્વેશન
રિઝર્વેશન નહી હટાવતા ફરીથી આંદોલનનું આહવાન
ચુંટણી પહેલા રિઝર્વેશન હટાવામાં નહિ આવેતો ચુંટણી બહિષ્કાર
કતારગામની 70 હજાર થી વધુ સ્થાનિક લોકોને અસર કરતી સમસ્યા

સુરત કતારગામની ટીપી સ્કીમ નંબર 49, 50, 51 પીડિત પરિવાર સમિતિ આયોજીત નૂતન વર્ષ સ્નેહમિલન તેમજ આગામી સમયની રિઝર્વેશનના આંદોલનની રણનીતી માટે કાર્યક્રમનું કતારગામ સ્થિત વુંદાવન સોસાયટીની વાડીમાં આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત કતારગામમાં 70 થી વધુ સોસાયટીના પ્રમુખો, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં રિઝર્વેશન પિડિત લોકો જોડાયા હતા. કતારગામની 49, 50, 51 આ ત્રણેય ટીપી સ્કીમમાં સોસાયટીની વાડી, મકાનો, ખુલ્લા પ્લોટો તેમજ રસ્તાઓ પર કોઇપણ સ્થળ તપાસ કર્યા વગર ઇરાદાપૂર્વક મનફાવે તે રીતે રિઝર્વેશન દાખલ કરવામાં આવ્યા છે જે આશરે કતારગામની 70 હજાર થી વધુ સ્થાનિક લોકોને અસરકરતી આ સમસ્યા છે ત્યારે ગત સમયે તારીખ 19-6-25 નારોજ મનપાની કચેરીમાં મોરચો લઇને મોટી સંખ્યામાં રજુઆત કરવા ગયા હતા ત્યારે રીઝર્વેશન હટાવી દેવાનું ફકત આશ્વાસન આપવામાં આવ્યું હતું તેનું આજદિન સુધી કોઇ અમલીકરણ કરવામાં નહી આવતા ફરીથી આંદોલનને સક્રિય બનાવવામાં આહવાન કરવામાં આવ્યું હતું. ઉમેશ ઝડફિયાએ જણાવ્યું હતું કે, આશરે 10 થી 75 વર્ષ જુની મિલકતો પર રિઝર્વેશનો નાખવામાં આવ્યા છે સરકારી રેકોર્ડની તપાસ કરાવ્યા બાદ આ અસરગસ્તોએ મિલકતની ખરીદી કરી હતી ત્યારે કોઇ રિઝર્વેશન મિલકતમાં હતા નહિ જેથી સચોટપૂર્વક અને સરકારી કચેરી પર વિશ્વાસ રાખીને મિલકતની ખરીદી કરી હતી. પરંતુ રાતોરાત ખોટા રિઝર્વેશન દાખલ કરવામાં આવ્યા છે.

છેલ્લા ત્રણ વર્ષથી રિઝર્વેશન અંગે નેતાઓ તેમજ સરકારી કચેરીઓમાં લેખિત કે મૌખિત રજુઆત કરી રહ્યા છીએ પરંતુ તેનું કોઇ અમલીકરણ થતું નથી જેથી આ કાર્યક્રમમાં સર્વેાનું મતે નિર્ણય કરવામાં આવ્યો હતો કે આગામી ટીપી 49,50 અને 51 માં ઇરાદાપૂર્વક દાખલ કરેલા રીઝર્વેશનો હટાવવામાં નહિ આવે ત્યાં સુધી ફરીથી આંદોલન સક્રિય સાથે ચાલુ રહેશે. જેમાં સર્વાનુમતે આ નિર્ણયો લેવા આહવાન કરવામાં આવ્યા હતું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *