સુરત સચિનના શ્રીનાથ જ્વેલર્સ લૂંટકાંડના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન,
બજારમાં નકાબ વગર રિહર્સલ જોઈ લોકો આભા બન્યા.
સુરત શહેરના સચીન વિસ્તારમાં આવેલા જાણીતા શ્રીનાથ જ્વેલર્સમાં થયેલી લૂંટ અને હત્યાની ભયાનક ઘટના બાદ મુખ્ય આરોપી દીપક પાસવાનને સચીન પોલીસે રિકંસ્ટ્રક્શન કરાવેલી તેજ રીતે આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે બિહારથી ઝડપાયેલા બે આરોપીઓને સવારે ઘટના સ્થળે લઈ જઈ આખા લૂંટકાંડનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું.
સુરત સચિન બજારમાં આજે પણ હજારોથી વધુ સંખ્યામાં લોકો બે નકાબ આરોપીને નિહાળતાં હતાં. ઘટનાની રિકન્સ્ટ્રક્શન દરમ્યાન આરોપીઓએ કબુલ્યું કે તેમણે અને તેમની ટોળકીનો એક નાસતો ફરતો ચોથો આરોપી સાથે પાછળ ગાડીઓ મૂકી આગળથી દુકાનમાં ઘૂસીને દાગીના લૂંટી પાછળથી ભાગવાનું પ્લાન બનાવ્યું હતું. તે પ્રમાણે દુકાનમાં પિસ્તોલની ધાકે સમગ્ર સોનાના દાગીનાઓ તથા રોકડ બેગમાં ભરી બહાર પાછળથી નાસવાનો પ્રયાસ કર્યો. અને બહાર નીકળતાંજ દુકાન માલિક આશિષભાઈ રાજપરાએ હિંમતભેર વિરોધ કરતા અમોએ ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં આશિષભાઈનો જીવ ગયો હતો. લૂંટારૂઓએ કહ્યું એક વેપારી દ્વારા પણ પકડવા પ્રયાસ કરતી વેળાએ અમારા દ્વારા ગોળી વાગી હતી. જોકે સચિન બજારના નાગરિકોના ત્વરિત પ્રતિસાદથી દીપક ઝડપાઈ ગયો હતો, જ્યારે અમે ત્રણ ભાગી ગયા હતા. આજે આરોપી દ્વારા આપેલી વિગતોને આધારે પોલીસ તપાસને વધુ દિશા મળી છે. સચીનના પીઆઇ શ્રી પી.એન. વાઘેલાએ જણાવ્યું કે, “આ ઘટનાની દરેક પળો ને બારીકાઈથી તપાસવામાં આવી રહી છે. બાકીનો એક ફરાર આરોપી પણ ટૂંક વેતમાંજ ઝડપાઇ જશે એવી આશા છે.
