દિલ્હીના સીએમ પર હુમલા અંગે રાજકોટ સાંસદ રૂપાલાનું નિવેદન

Featured Video Play Icon
Spread the love

દિલ્હીના સીએમ પર હુમલા અંગે રાજકોટ સાંસદ રૂપાલાનું નિવેદન
હુમલો કરનારો માનસિક રીતે અસવ્યસ્થ:
ધારાસભ્ય ડો.દર્શિતા શાહે ઘટનાને વખોડી

દિલ્હીનાં સીએમ રેખા ગુપ્તા પર હુમલાના કેસમાં હુમલાખોર રાજકોટના રાજેશ સાકરિયા 5 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. ત્યારે રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલા આરોપી રાજેશ સાકરિયાના બચાવમાં આવ્યા છે તેમણે કહ્યું છે કે આરોપી માનસિક અપસેટ લાગે છે.

દિલ્હીનાં CM રેખા ગુપ્તા પર હુમલાના કેસમાં હુમલાખોર રાજેશ સાકરિયા 5 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. તારીખ 21 ઓગસ્ટના રાતથી દિલ્હી પોલીસની ટીમ રાજકોટ પહોંચી તપાસ કરી રહી હતી. ત્યારે તારીખ 22 ઓગસ્ટ વહેલી સવારથી SOG ઓફિસ ખાતે 5 લોકોની પૂછપરછ કરાઈ હતી. જેમાંથી આરોપી રાજેશ સાકરિયાને રૂ.2 હજાર ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરનાર રિક્ષાચાલકને દિલ્હી પોલીસ નિવેદન નોંધવા દિલ્હી લઈ જશે. આ સાથે રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલા આરોપી રાજેશ સાકરિયાના બચાવમાં આવ્યા છે તેમણે કહ્યું છે કે આરોપી માનસિક અપસેટ લાગે છે. આ સાથે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, હુમલાખોર રાજેશ સાકરિયાનો પહેલા ધરણાં પર બેસવાનો પ્લાન હતો, પછી તેણે હુમલો કર્યો હતો. તે હુમલો કરવા માટે 17 ઓગસ્ટે રાજકોટથી નીકળી પહેલા અમદાવાદ અને ત્યાંથી ટ્રેનમાં બેસી ઉજ્જૈન પહોંચ્યો હતો, જ્યાં તેણે મહાકાલના દર્શન કરી ત્યાંથી ટ્રેનમાં બેસી દિલ્હી પહોંચ્યો હતો. ત્યાં તેણે દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કર્યો હતો.

દિલ્હી પોલીસે રાજકોટમાં પાંચ લોકોની પૂછપરછ કરી હતી. જેમાં એક મહિલા અને ચાર પુરુષનો સમાવેશ થાય છે. પાંચેય લોકોની અલગ અલગ દિશામાં પૂછપરછ કરાઈ હતી. જે લોકોની પૂછપરછ કરી છે તે પૈકી એક વ્યક્તિને દિલ્હી પોલીસ અમદાવાદથી દિલ્લી ફ્લાઈટમાં લઇ જશે અને નિવેદન નોંધી બાદમાં પરત રાજકોટ મોકલશે. ઉલ્લેખનીય છે કે આરોપી રાજેશ સાકરિયાએ આ લોકોને દિલ્હીના વીડિયો મોકલ્યા હતા. દિલ્હી પોલીસે જે પાંચ લોકોની પૂછપરછ કરી છે તે પૈકી એક શખસે રૂ. 2000 ટ્રાન્સફર કર્યા હતા. જેથી તેનું નિવેદન નોંધી અત્યારે તેને દિલ્હી લઇ જવામાં આવશે. તે શખસને રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી દિલ્હી ફ્લાઈટમાં લઈ જવામાં આવશે. જે વ્યક્તિને દિલ્લી લઇ જવામાં આવશે તે વ્યક્તિ પણ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આરોપી રાજેશ સાકરિયાએ તેમની પાસે રૂપિયા માંગતા તેમને રૂ. 2000 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *