ઈડરના માથાસુર ગામના મકાનોમાં ભરાયા વરસાદી પાણી
50 થી વધુ મકાનમાં પાણી ભરાતા નુકસાન
ખેતરોમાં પણ પાણી ભરાતા મોટું નુકસાન
સાબરકાંઠા જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે, માથાસુર ગામે મકાનોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોની ઘરવખરી પલળીને ખાખ થઈ ગઈ છે, 50 કરતા વધુ મકાનોમાં પાણી ભરાતા નુકસાન થયું છે, મુખ્યમાર્ગ પર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે, ગઇકાલે વડાલીમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે.
ઈડરના માથાસુર ગામના મકાનોમાં વરસાદી પાણી ભરાયા છે, મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે, વરસાદી પાણીના નિકાલને લઈ સ્થાનિકોએ સ્વખર્ચે કામગીરી કરી છે, રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસ્યો હોવાની વાત સામે આવી છે, સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મામાં ખાબક્યો છે આઠથી નવ ઇંચ જેટલો વરસાદ તો માથાસુર ગામમાં 50 કરતા વધુ રહેણાંક મકાનોમાં પાણી ભરાતા નુકસાન થયું છે, સ્થાનિક તંત્રમાં રજૂઆત છતાં પાણીના નિકાલની નથી કરાઈ રહી વ્યવસ્થા સમગ્ર ઘટનામાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે નુકસાન થયું છે, સાથે સાથે સ્થાનિકોએ સ્વખર્ચે પાણીના નિકાલ માટે કામગીરી કરી છે, સ્થાનિકોનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી, ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના તૈયાર થયેલા પાકને પણ નુકસાન થયું છે, નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની કામગીરી દેખાઈ ગઈ છે તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે, ભરાયેલા પાણીમાંથી પસાર થવાનો વારો ગ્રામજનોને આવ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
