સુરતમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ
વહેલી સવારથી એકધારો વરસાદ પડી રહ્યો
નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા
હવામાન વિભાગની આગાહીને લઈ સુરતમાં વહેલી સવારથી એકધારો વરસાદ પડી રહ્યો છે જેને લઈ શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો વરસાદની આગાહીને લઈ નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી હતી.
સુરત માટે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વચ્ચે શહેરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો સુરતમાં વહેલી સવારથી એકધારો વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદના કારણે શહેરની જનજીવનની ગતિ ધીમી પડી છે.આ વરસાદ વચ્ચે સૌથી મોટી ચિંતા હાલ નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓમાં જોવા મળી રહી છે. ગરબાની મોસમ બરાબરની જામી છે, ત્યારે હવામાનની આ આગાહીને કારણે ખેલૈયાઓમાં ભય ફેલાયો છે કે તેમના નવરાત્રીના ઉત્સવ પર પાણી ફરી વળશે અને પ્રેક્ટિસ તથા આયોજન બગડી જશે.
