સુરત : ડિંડોલીમાં જુગારધામ પર દરોડા
પોલીસે 15 જુગારીઓને ઝડપ્યા
પોલીસે 70 હજારથી વધુના મત્તા કબ્જે કરી
સુરતની ડિંડોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સોસાયટીના મકાનના ઓટલા પરથી જુગાર રમતા 14 જુગારીઓને ઝડપી પાડ્યા હતાં.
સુરતની ડિંડોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નવાગામ ખાતે આવેલ ગંગા સાગર સોસાયટીમાં દરોડા પાડી ત્યાં મકાનના ઓટલા પર જુગાર રમતા જુગારીઓ જેમાં રાહુલ શાલીકરામ રોહનકર તથા અન્ય 13 જુગારીઓ મળી 14 જુગારીઓને પોલીસે જુગાર રમતા ઝડપી પાડી તેઓ પાસેથી રોકડા રૂપિયા સહિત 79 હજારથી વધુની મત્તા કબ્જે કરી તમામ જુગારીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
