સુરતમાં મેડિકલ સ્ટોર પર દરોડા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં મેડિકલ સ્ટોર પર દરોડા
પ્રિસ્ક્રીપ્શન વગર દવાઓનું વેચાણ કરતાં મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી
સુરત શહેર એસઓજીએ તપાસ હાથ ધરી

સુરત ભરમાં પોલીસ દ્વારા મેડિકલ વિક્રેતાઓને ત્યાં અચાનક તપાસની કામગીરી કરાઈ હતી. ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર શિરપ અને તેમાં પણ ખાસ કરીને નશાકારક શિરપ વેંચનાર મેડીકલ સ્ટોરના માલિકોમાં પોલીસની તપાસને લઈ ફફડાટ વ્યાપી ગયો હતો.

સુરતમાં અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાનને લઈ મેડિકલ સ્ટોર પર દરોડા પાડ્યા હતાં. જેમાં પાંડેસરા વિસ્તારમાં ડીસીપી ઝોન ફોર વિજયસિંહ ગુર્જર સહિતની ટીમ દ્વારા મેડિકલ સ્ટોરમાં તપાસ કરી હતી. તો વરાછા વિસ્તારમાં પણ પોલીસ દ્વારા તપાસ કરાઈ હતી. જ્યારે વરાછા વિસ્તારમાં પણ શાળાઓની આસપાસ તથા અન્ય મિેડિકલ સ્ટોરમાં તપાસ કરાઈ હતી. તો સાથે સુરત શહેર એસઓજી એટલે કે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા પણ મેડિકલ સ્ટોર્સ પર દરોડાની કામગીરી કરાઈ હતી. અને પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપનારમેડિકલ ચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી. તો સાથે એક્સપાયર તારીખ વાળી દવાઓ પણ પોલીસે શોધી હતી. જેને લઈ મેડિકલ સ્ટોર્સ સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *