અસામાજિક તત્વો બેફામ થતા ભેસ્તાન પોલીસની કામીગીરી ઉપર સવાલ

Featured Video Play Icon
Spread the love

અસામાજિક તત્વો બેફામ થતા ભેસ્તાન પોલીસની કામીગીરી ઉપર સવાલ
સુરત ભેસ્તાનના ઉનમાં યુવાન પર ઘાત્કી હુમલો
પોલીસની પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા

સુરતમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે ત્યારે ભેસ્તાનના ઉનમાં યુવાન પર ઘાત્કી હુમલો કરાતા પોલીસની પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે.

સુરતમાં ફરી એકવાર નાઈટ પેટ્રોલીંગના ફોટો સેશન કરતી ભેસ્તાન પોલીસ પર સવાલો ઉઠ્યા છે વાત એમ છે કે સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં આવેલા ઉન ભીંડી બજારમાં સમીર ઉર્ફે ગુચ્છા પર અજાણ્યા ઇસમ દ્વારા ઘાતકી હુમલો કરાયો હતો. જેને લઈ પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તો ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તો બનાવની જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *