પુણા પોલીસે ગાંજાના જથ્થા સાથે મહારાષ્ટ્રીયનને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

પુણા પોલીસે ગાંજાના જથ્થા સાથે મહારાષ્ટ્રીયનને ઝડપી પાડ્યો
વિષ્ણુ ઉર્ફે સુર્યો મધુકર જાધવને ગાંજાના જથ્થા સાથે ઝડપ્યો

નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત પુણા પોલીસે ગાંજાના જથ્થા સાથે મહારાષ્ટ્રીયન યુવાનને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ ખાસ પોલીસ કમિશનર જામીર, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર, મદદનીશ પોલીસ કમિશનર બી ડીવીઝનની સુચનાને લઈ પીઆઈ વીએમ દેસાઈની ટિમ પીએસઆઈ બોરાણાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો કિરણને મળેલી બાતમીના આધારે ઉમરવાડા આશા નગર પાસે આવેલ સંજય નગર ઝુપડપટ્ટીમાંથી મુળ મહારાષ્ટ્રના અને હાલ સંજય નગર ઝુપડપટ્ટી ખાતે રહેતા વિષ્ણુ ઉર્ફે સુર્યો મધુકર જાધવને 11 હજારથી વધુના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *