ભાવનગર જિલ્લામાં પાક નુકસાનીના ડિજિટલ સરવેનો વિરોધ.

Featured Video Play Icon
Spread the love

ભાવનગર જિલ્લામાં પાક નુકસાનીના ડિજિટલ સરવેનો વિરોધ.
સિહોરના ખાંભા ગામમાં ખેડૂતોએ હવન કરીને વિરોધ નોંધાવ્યો.
7 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવાની રહેશે

હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં છેલ્લા 5 દિવસથી સતત ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેતીપાકને ભારે નુકસાન થયું છે. જેમાં મગફળી,કપાસ,અને ડુંગળી સહિત અનેક પાકોમાં નુકશાની વેઠવી પડી છે.આજથી ભાવનગર જિલ્લામાં થયેલ પાક નુકશાનીને લઈ ડિજિટલ સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે જેનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે

ભાવનગર જિલ્લામાં છેલ્લા 5 દિવસથી સતત ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેતીપાકને ભારે નુકસાન થયું છે. જેમાં મગફળી,કપાસ,અને ડુંગળી સહિત અનેક પાકોમાં નુકશાની વેઠવી પડી છે. ખરીફ પાક પાણીમાં પલળી જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કમોસમી વરસાદના પગલે ઘણા ખેડૂતોની મહેનત પાણીમાં વહી ગઈ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં પાક નુકશાની અંગે સર્વે કામગીરી હાથ ધરવાનું જણાવ્યું. આજથી ભાવનગર જિલ્લામાં થયેલ પાક નુકશાનીને લઈ ડિજિટલ સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે, ભાવનગર જિલ્લાના તમામ તાલુકામાં સર્વે કામગીરી કરવા સૂચનો આપેલ છે, જેમાં અંદાજિત 650 સર્વેયરો અને તેટલા જ કર્મચારીઓ ગ્રામ્યકક્ષા અન્ય તાલુકા તંત્રનો સ્ટાફ આ મોનીટરિંગમાં રહેશે. હાલ સરકાર તરફથી જણાવેલ કે 7 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. તે પ્રમાણે ભાવનગર જિલ્લા ખેતીવાડી વિભાગનું આયોજન છે અને સર્વે ટીમો પાકોમાં થયેલા નુકસાનની નોંધણી કરી રાજ્ય સરકારને અહેવાલ સોંપશે તે પહેલા જ સિહોરના ખાંભા ગામમાં ખેડૂતોએ હવન કરીને સર્વેનો વિરોધ નોંધાવ્યો છે.

છેલ્લા 5 દિવસમાં જિલ્લામાં અવિરત વરસાદ વરસતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે અને મોઢે આવેલો કોળિયો છીનવાયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં પાક નુક્શાન અંગે તાત્કાલિક સર્વે હાથ ધરવા સૂચના અપાઈ છે. તેને લઈ ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેડૂતોને થયેલ નુકસાનની વિગતવાર તપાસ આજથી શરૂ કરવામાં આવી છે. દરેક તાલુકામાં 650 સર્વેયરો અને તેટલા જ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે તાલુકા તંત્રની ટીમો ગામે ગામે જઈને પાકની સ્થિતિનું નિરીક્ષણ કરશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *