સોનગઢમાં પર્યાવરણ જાગૃતિ માટેના કાર્યક્રમ

Featured Video Play Icon
Spread the love

સોનગઢમાં પર્યાવરણ જાગૃતિ માટેના કાર્યક્રમ
સફાઈ, જળ સંચય, પાણીના સંગ્રહ સ્થાનોની સફાઈ
પ્લાસ્ટિક અવેરનેસ માટે જાગૃત બને તેવો મુખ્ય હેતુ

પર્યાવરણ જાગૃતિ માટેના કાર્યક્રમમાં વિધાર્થી જીવનથીજ જાગૃતતા કેળવી પોતાની ફરજો પ્રત્યે સજાગ રહી પોતાના પરિવાર, સમાજ અને રાષ્ટ્રસેવા માટે સમયનો સદુપયોગ કરી સફાઈ, જળ સંચય, પાણીના સંગ્રહ સ્થાનોની સફાઈ સાથે જાળવણી, પ્લાસ્ટિક અવેરનેસ માટે જાગૃત બને એ મુખ્ય હેતુ હતો. આ કાર્યક્રમ ગંગા સમગ્ર તાપી પ્રાંત,સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ, નગર પાલિકા સોનગઢ, માનવતા જાગૃત ટ્રસ્ટ અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ સોનગઢના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો.

ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ સંજયભાઈ શાહએ પર્યાવરણનું માનવજીવનમાં મહત્વ સમજાવ્યું હતું. પ્રકૃતિ રક્ષણ માટે માનવી એ કરવાના પ્રયત્નો તરફ ધ્યાન દોર્યું હતું. ગંગા સમગ્ર તાપી પ્રાંતના અધ્યક્ષ સુદામ સાટોટેએ જળ સ્ત્રોતોની સ્વછતા અને જાળવણી માટે માર્ગદર્શન આપ્યું હતું.ભવિષ્યમાં પાણીની અછતને પહોંચી વળવા જળસંચય જ એક ઉપાય છે.તેનું મહત્વ સમજાવ્યું હતું. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓએ આગામી મકર સંક્રાંતિના તહેવારને લઈ પતંગના દોરા કે પતંગ ચગાવતી વખતે વીજ તારોથી દૂર રહેવા કે થાંભલા પરના ચઢવા માટે ધ્યાન દોર્યું હતું. સાથે જ સોલર ઊર્જાના ફાયદા જણાવી વધુ ઉપયોગ કરવા માટે આગ્રહ કર્યો હતો. સોનગઢ નગર પાલિકાના કોર્પોરેટર કિશોરભાઈ ચૌધરીએ વ્યક્તિગત સ્વચ્છતાનું ધ્યાન રાખીએ છીએ તેવીજ રીતે જાહેર સ્વછતાનું પણ ધ્યાન રાખી સ્વચ્છતાના આગ્રહી બનવા આહવાન કર્યું હતું.

માનવતા જાગૃત ટ્રસ્ટના આશિષ પ્રજાપતિએ પ્લાસ્ટિકના ગેરફાયદા દર્શાવી પ્લાસ્ટિક માનવજીવન માટે અને નિર્દોષ પ્રાણીઓ માટે કેટલું હાનિકારક છે અને તેનાં દૂરગામી પરિણામો કેટલાં ગંભીર હોય છે તેના પર ખાસ ધ્યાન આકર્ષિત કર્યું હતું. ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓની આચાર્ય સાથેની મુલાકાત દરમિયાનની ચર્ચા વિચારણાથી આજના કાર્યક્રમ માટે આચાર્ય આશિષ ચૌધરીએ ખુબજ મોટી સંખ્યામાં વિધાર્થીઓને હાજર રાખી આ કાર્યક્રમ સફળ બનાવવામાં સિંહફાળો નોંધાવ્યો હતો. સાથેજ શિક્ષકગણ અને કર્મચારીઓનો સાથ સહકાર પણ ખુબજ સરાહનીય રહ્યો હતો. સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા અને દેશસેવાના પ્રયાસોને મહત્વ આપનાર અને આજના કાર્યક્રમને સફળ બનાવનાર પ્રત્યેક વ્યક્તિનો ગંગા સમગ્ર તાપી પ્રાંત ઋણ સ્વીકાર કરે છે. સાદિક પઠાણ સાથે મનીષ જ્ઞાનચંદાની હિંદ ટીવી ન્યૂઝ તાપીયોગ કરી સફાઈ,જળ સંચય, પાણીના સંગ્રહ સ્થાનો ની સફાઈ સાથે જાળવણી, પ્લાસ્ટિક અવેરનેસ માટે જાગૃત બને એ મુખ્ય હેતુ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *