વિશ્વ ઉમિયાધામના પ્રમુખની સમાજને ટકોર.
આર.પી. પટેલે પાટીદારોની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી.
સિંગલ ચાઈલ્ડ અને નો ચાઈલ્ડનો ક્રેઝ ખતરનાક
અમદાવાદના વિશ્વ ઉમિયા ધામ ખાતે 10 જાન્યુઆરીએ વૈશ્વિક પાટીદારોની મહત્વપૂર્ણ બેઠક તથા એન.આર.આઈ. સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વિશ્વના સાત દેશોમાંથી પાટીદાર સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બેઠક બાદ વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે આજે પાટીદારોની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે પાટીદારોની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે સિંગલ ચાઈલ્ડ અને નો ચાઈલ્ડનો ક્રેઝ ખતરનાક છે, આર.પી.પટેલે આગળ જણાવ્યું હતું કે સમાજમાં ભ્રૂણ હત્યાનું દૂષણ બંધ થયા બાદ ‘વન ચાઇલ્ડ’નો એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે અને કેટલાક પરિવારે તો ‘નો ચાઇલ્ડ’નો ટ્રેન્ડ શરૂ કર્યો છે. આર.પી. પટેલના નિવેદન બાદ હવે આ મુદ્દો પાટીદાર સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ નિવેદનોનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ઘટતી સંખ્યા અને સંયુક્ત કુટુંબ પ્રથાના જતન અંગે જાગૃતિ લાવવાનો છે.
પાટીદાર સમાજ કંઈક કરવાવાળો સમાજ છે, પાટીદાર સમાજ રાષ્ટ્રના નિર્માણમાં અગ્રેસર રહ્યો છે, ત્યારે ચોક્કસ વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલના નિવેદનને લઇ હવે આ મુદ્દો પાટીદાર સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે.. આરપી પટેલે જે પહેલ કરી છે એ સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજના યુવાનોને ટકોર કરી છે. ત્યારે કેટલાક આગેવાનોએ પાટીદાર સમાજના દીકરાઓને રોજગારી મળે એવા પ્રયત્નો કરવાને બદલે પાટીદારોની વસતિ વધારવા માટે નિવેદનને યોગ્ય ગણાવ્યું નથી…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
