સુરતમાં આવનાર તહેવારોને લઈ પોલીસે કોમ્બિંગ વધાર્યુ
ડીસીબી દ્વારા વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કરાયુ
માથાભારે આરોપીઓના ઘર અને વિસ્તારમાં ડ્રોનથી કોમ્બિંગ કર્યુ
સુરતમાં આવનાર તહેવારોને લઈ પોલીસે કોમ્બિંગ વધાર્યુ છે ત્યારે લિંબાયત પોલીસ મથકની હદમાં ડીસીબી દ્વારા વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કરાયુ હતું.
આવનાર તહેવારોને ધ્યાને લઈ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુચારૂ રહે તે માટે સુરત પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને કોમ્બિંગ વધારાયુ છે. ત્યારે ડીજીપીના આદેશને લઈ સુરત પોલીસે અદ્યતન ડ્રોનનું પરિક્ષણ કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે લિંબાયતના માથાભારે આરોપીઓ જેમાં સલમાન લસ્સીના આઝાદ ચોક ખાતે, સોયેબ સીટીના બેઠી કોલોની ખાતે, ઉમર શાહના ત્રીસનળ ચોક ખાતે તથા જ્યાં ગુનેગારો રહે છે તે વિસ્તારમાં ડ્રોનથી કોમ્બિંગ કર્યુ હતુ જેને લઈ અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
