જવાહર મેદાનના મેળામાં તોડફોડ કરનાર અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

જવાહર મેદાનના મેળામાં તોડફોડ કરનાર અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી
મેળામાં તોડફોડ કરનાર શખ્સોને પોલીસે જાહેરમાં પાઠ ભણાવ્યો
અસામાજિક તત્વોની પોલીસે જાહેરમાં ઉઠક-બેઠક કરાવી
તોડફોડ કરનાર શખ્સોની પોલીસે જાહેરમાં પરેડ કરાવી

જવાહર મેદાનના મેળામાં તોડફોડ કરનાર અસામાજિક તત્વોને પોલીસે ભણાવ્યો પાઠ, જાહેરમાં કરાવી ઉઠબેસ

​ભાવનગરના જવાહર મેદાનમાં યોજાયેલા મેળામાં વગર ટિકિટે રાઈડ્સમાં ઘૂસી તોડફોડ કરવા, લાખોનું નુકસાન પહોંચાડવા અને કર્મચારીઓને છરી બતાવી ધમકી આપવાના ગુનામાં ઘોઘારોડ પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે આદિલ, અક્ષય, નરેશ, રવિ અને ભૂરો સહિતના આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનારા આ અસામાજિક તત્વોનો રોફ ઉતારવા પોલીસે જે જવાહર મેદાનમાં તેમણે આતંક મચાવ્યો હતો, ત્યાં જ જનમેદની વચ્ચે લઈ જઈ કાન પકડાવી જાહેરમાં ઉઠબેસ કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસની આ આકરા પગલાં ભરેલી કામગીરીથી સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં સુરક્ષાની લાગણી પ્રસરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *