સુરત : અસામાજિક તત્વોથી ત્રાસેલા લોકોએ આરોપીઓ સામે ફટાકડા ફોડ્યા
સાહિલ અને ઇમ્તિયાઝ સદ્દામ ખંડણી અને બોગસ જીએસટી કૌભાંડ કેસમાં સંડોવાયેલા
રિકન્સ્ટ્રક્શન સમયે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા
સુરત એસઓજીની ટીમે લોકોને ધમકાવી તેઓ પાસેથી ખંડણી માંગનાર બે અલગ અલગ ગુનાના આરોપીઓનું તેઓના વિસ્તારમાં લઈ જઈ વરઘોડો કાઢ્યો હતો.
સુરત એસઓજી પાસેથી મળતી માહિતી મુજબ લાલગેટ પોલીસ મથકની હદમાં રાંદેર વિસ્તારમાં રહેતા વેપારીને ધમકાવી તેની પાસેથી રૂપિયા પડાવી લેનાર આરોપી ઈમ્તિયાઝ સદ્દામ અને મહિધરપુરા વિસ્તારમાં વરાછાના વેપારીને ધમકાવી તેની પાસેથી ખંડણી પેટે રૂપિયા પડાવી લેનાર શાહિદ શબ્બીર ગોડીલને અડાજણ વિસ્તારમાં લઈ જઈ તેઓનુ વરઘોડો કાઢ્યુ હતું. તો આ સમયે સ્થાનિકોએ પોલીસનુ ફુલહાર થી સ્વાગત કર્યુ હતું. અને ગુનેગારોમાં પોલીસનો ડર રહે તેવી માંગ કરી હતી.
