ધારીમાં વન્ય પ્રાણીઓથી લોકો પરેશાન
ભૂંડના ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા પાકને મોટું નુકસાન
ધારી ગીર પંથકમાં વન્ય પ્રાણીઓ વચ્ચે હવે રોજ ભુંડ ઉભા પાકને નુકસાન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છું છે ખેડૂતોની વ્યથા જુઓ આ રીપોર્ટમાં…
ઓઆમ જોઈએ તો અમરેલી જીલ્લો ખેતીપ્રધાન જીલ્લો છે અહીંયા વધુ લોકો ખેતી સાથે જોડાયા છે ખેડૂતો દ્વારા શિયાળુ ઉનાળુ અને ચોમાસુ એમ ત્રણ સિઝનના પાકોનું વાવેતર કરે છે પરંતુ છેલ્લા પાંચ સાત વર્ષથી વન્ય પ્રાણીનો ત્રાસ દિવસે ને દિવસે વધતા ખેડૂતો મુશ્કેલી મુકાયા છે ત્યારે વાત કરીએ આપણે અમરેલી જિલ્લાની તો આ વર્ષે એક બાજુ મેઘરાજા મન મૂકીને વરસતા ન હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા તો બીજી બાજુ ખેડૂતોએ ચોમાસું વાવેતર કરેલ કપાસ મગફળી સોયાબીન સહિત વિવિધ પાકોમાં હરણ રોઝ ભુંડના ટોળે-ટોળા ખેતરમાં દોડતા હોવાથી ખેતી પાકને ભારે નુકસાની થઇ રહી છે ત્યારે ધારી તાલુકાના ગોપાલ ગ્રામ વિસ્તારમાં દ્વારા ખેડૂતોની મુલાકાત કરવા આવી ખેડૂતોએ પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે ધારી ગીર પંથકમાં વન્ય પ્રાણીઓ વચ્ચે હવે રોજ ભુંડ ઉભા પાકને નુકસાન કરે જેમાં ધારી તાલુકાના ગોપાલ ગ્રામ દહીડા, ઢોલરવા સહિત ગ્રામ્ય વિસ્તારમા ખૂબ જ વધી રહ્યો છે. ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કરેલ હોય પરંતુ મેઘરાજા મન મૂકીને વરસતા નથી તો હવે રોજ ભુંડના ત્રાસથી ખેડૂતો ચિંતામાં મુકાયા રોજ ભુંડના ટોળે-ટોળા ખેડુતના ખેતરોમાં આવી જતા હોવાથી પાકને ભારે નુકસાની રોજ ભુંડને દૂર કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી..
