સ્મિમેર હોસ્પિટલમાં સરવર ડાઉન થતા દર્દીઓ અટવાયા
કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ ટોકન મળ્યા નહી
સ્મીમેર હોસ્પિટલના રેઢીયાર વહીવટ સામે પસ્તાળ પાડી
સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં સરવર ડાઉન થતા દર્દીઓ અટવાઈ પડતા હોબાળો મચાવ્યો હતો.
સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સ્મીમેર હોસ્પિટલમાં સરવર ડાઉન થતા દર્દીઓ અટવાયા હતા જેને લઈ દર્દીઓ તથા દર્દીઓના સંબંધીઓએ હોબાળો મચાવ્યો હતો. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ ટોકન મળ્યા ન હતાં. તો ઘટનાને લઈ દર્દી અને તેના સગા સબંધી રોષે ભરાયા હતાં. અને મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના રેઢીયાર વહીવટ સામે પસ્તાળ પાડી હતી.
