પાંડેસરા પોલીસે ત્રણ વાહન ચોરોને ઝડપી પાડ્યા

Featured Video Play Icon
Spread the love

પાંડેસરા પોલીસે ત્રણ વાહન ચોરોને ઝડપી પાડ્યા
10 થી વધુ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો

સુરતમાં દિવાળીને લઈ પેટ્રોલિંગમાં રહેલી પાંડેસરા પોલીસે ત્રણ રીઢા વાહન ચોરોને ઝડપી પાડી તેઓ પાસેથી અલગ અલગ વિસ્તારોમાંથી વાહન ચોરીના 10 થી વધુ ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.

સુરતમાં વાહન ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરા પોલીસે રીઢા વાહન ચોરોને ઝડપી પાડ્યા હતાં. પાંડેસરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાંહ તો ત્યારે બાતમીના આધારે ત્રણ રીઢા વાહન ચોરો રોહિત રાઠોડ, ઉપેન્દ્ર શર્મા અને આર્યન સિંગને ઝડપી પાડ્યા હતાં અને તેઓની પુછપરછ કરતા રીઢાઓએ સુરતના અલગ અળગ વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરી તે ભંગારની દુકાને વેંચતા હોવાની કબુલાત કરી હતી. તો શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આશરે 10 થી વધુ ચોરીઓની ફરિયાદ પોલીસ મથકોમાં નોંધાઈ હોવાની આરોપીઓએ કબુલાત કરી હતી. હાલ તો પાંડેસરા પોલીસે રીઢાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *