સુરતના મોટા વરાછા સ્થિત કસવાળા વિધ્યા સંકુલ દ્રારા પંચામૃત”” કાયૅક્રમ

Featured Video Play Icon
Spread the love

સુરતના મોટા વરાછા સ્થિત કસવાળા વિધ્યા સંકુલ દ્રારા પંચામૃત”” કાયૅક્રમ
સમો સાંસ્કૃતિક “”પંચામૃત”” કાયૅક્રમને ઉત્સાહથી ઉજવવામાં આવ્યો

સુરતના મોટા વરાછા સ્થિત કસવાળા વિધ્યા સંકુલ દ્રારા આયોજિત દસમો સાંસ્કૃતિક પંચામૃત કાયૅક્રમને દબદબાભર્યા ઉત્સાહથી ઉજવવામાં આવેલ જેમાં બ્રહ્મ કુમારી બહેનો, રુપલ દીદી. દિવ્યા દીદી…મીના દીદી તેમજ સતકેવલ આશ્રમથી સુરેખા દીદી અને આમંત્રિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાયૅક્રમની શરૂઆત કરી હતી

સુરતના મોટા વરાછા સ્થિત કસવાળા વિધ્યા સંકુલમાં આયોજિત કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ ભાતીગળ સંસ્કૃતિના ગીતો ઉપર પરફોર્મન્સ કયુૅ હતું.. શાળાના તમામ બાળકોએ વિવિધ કૃતિઓમા ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.. ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના બાળકો દ્વારા સરસ મજાના કણૅપ્રીય અવાજથી “પિતાનું મહત્વ” સમજાવ્યું હતું. કૃતિઓ નિહાળી સ્તબ્ધ બની હાજર તમામ વાલીએ તાળીના ગડગડાટથી બિરદાવ્યા હતા. આ તબક્કે બાલભવનથી લઇને ધો. 12 સુધીના તમામ વિદ્યાર્થીઓને ભેટ આપી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત ધો. દસ અને બારમાં ગતવર્ષે શ્રેષ્ઠ પરિણામ લાવનાર વિધ્યાથીૅઓને ટ્રોફીઓ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

“કસવાળા વિધ્યા સંકુલ” દ્ગારા છેલ્લા છ વર્ષથી બંને માધ્યમનુ બોડૅ દ્ગારા લેવામાં આવતી જાહેર પરિક્ષાનું પરિણામ સો ટકા આવે છે. જેના યશભાગી શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવેલા. આ સમગ્ર કાયૅક્રમને માણવા, જોવા માટે સામાજિક, રાજકીય અને શૈક્ષણિક અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વાલીઓનો વિશાળ સમુદાય તેમજ વિવિધ સંસ્થાના પ્રતિનિધિ ઓએ હાજરી આપી હતી. સમગ્ર કાયૅક્રમનું સંચાલન પરાગ ભાઈ પાનસુરીયા તેમજ આચાર્ય પિયુષ ભાઈ પટેલે કયુૅ હતુ.. શાળાના યુવાન ટ્રસ્ટી ધ્રુવ ભાઈ કસવાળાએ આમંત્રિત મહેમાનો, શિક્ષકો, વિધ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. તેમજ જગદીશ ભાઈ કસવાળાએ સૌ હાજર મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતે રાષ્ટ્ર સન્માન સહ રાષ્ટગીત ગાન કરી કાયૅક્રમ ન પુણૅ કરવામાં આવ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *