સોનગઢના ઓટા રૂઠના ગામડાના લોકો માટે હજુ એક મોટી મુશ્કેલી

Featured Video Play Icon
Spread the love

સોનગઢના ઓટા રૂઠના ગામડાના લોકો માટે હજુ એક મોટી મુશ્કેલી
ચોમાસે રેલવે દ્વારા રાણીઅંબા ફાટક બંધ કરાતા લોકોમાં હાલાકી.
ત્રણ ચાર ફૂટ જેટલા પાણીમાંથી લોકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર.
રેલવેની કામગીરી સામે લોકોમાં આક્રોશ.

 

સોનગઢ થી ઓટા બરડીપાડા સાઇડ જતા આવતા લોકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર થયા ભર ચોમાસે રેલવે દ્વારા રાણીઅંબા ફાટક બંધ કરાતા લોકોમાં હાલાકી. સોનગઢ નગર થી ઓટા રૂઠ ને જોડતા રસ્તા પર આવેલ રાણી અંબા ફાટકને ભર ચોમાસે બંધ કરાયું, અને એમાં રાણી અંબા ગરનાળા નીચે ત્રણ ચાર ફૂટ જેટલા પાણીમાંથી લોકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર.. ત્યારે રેલવેની કામગીરી સામે લોકોમાં આક્રોશ.

હાલ ચોમાસાની ઋતુમાં રેલવે વિભાગ દ્વારા ઓટા થી સોનગઢ નગર સાથે જોડતા રોડ પર સોનગઢ નજીક આવેલા રાણી અંબા ફાટકનું કામ શરૂ કરાતા એના વૈકલ્પિક માર્ક તરીકે રાણી અંબા ગરનાળા નીચે વરસાદમાં ત્રણથી ચાર ફૂટ પાણી રહે છે ત્યારે હાલ લોકો જીવના જોખમે મુસાફરી કરવામાં મજબૂર બન્યા છે. આવા સમયે ફાટકની પહેલી મુશ્કેલી ની વાત એ છે કે સોનગઢ તાલુકા ના ગામડાઓ એટલે કે ઓટા રૂઠના ગામમાં મેડિકલ ઇમરજન્સી ઊભી થઈ તો 108 કે અન્ય વાહનો લઈને કોઈને તાત્કાલિક દવાખાને પહોંચાડવાની પણ મુશ્કેલી ઉભી થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે રેલવે વિભાગે પણ આ કામ ક્યાં તો ચોમાસા પહેલા પૂરું કરવું જોઈતું હતું અથવા ચોમાસા નીકળી જવાની રાહ જોવી જોઈતી હતી. તેઓ લોકોનું કહેવું છે. હવે જો વરસાદ વધુ પડ્યો અને ગરનાળામાં પાણીનો પ્રવાહ વધ્યો અને જો કોઈ ટુવિલર ચાલક કે ફોરવીલર ચાલક આ પાણીમાં તણાઈ ગયો અથવા એના જાનમાલને નુકસાન થઈ તો એની માટે જવાબદાર કોણ?? તાપી જિલ્લા કલેકટર તાપી જિલ્લા વિકાસ અધિકારી અને સોનગઢ મામલતદાર લોકોની મુશ્કેલીને ધ્યાનમાં લઇ આ સમસ્યાનું ત્વરિત ધોરણે સમાધાન લાવે એવી લોકો માંગ કરી રહ્યા છે. ત્યારે આ અંગે ક્યારે અને શું નિર્ણય લેવાય છે પ્રશાસન દ્વારા તે જોવાનું રહ્યું???

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *