સુરતમાં અફીણ સાથે એકની ધરપકડ
પોલીસે 5000નો મુદ્દા માલ કબજે કર્યો
સુરત ઝોન વન એલસીબી પોલીસની કાર્યવાહી
સુરત ઝોન વન એલસીબી પોલીસ ટીમ દ્વારા સારોલી ચેક પોસ્ટ ટી પોઇન્ટ ત્રણ રસ્તા પાસેથી અફીણ ના જથ્થા સાથે એક ઈસમ ને ઝડપી પાડી રૂપિયા 50 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
સૂરત ઝોન વન LCB પોલીસ ટીમ ને મહત્વની સફળતા મળી છે પોલીસની ટીમે અફીણના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડયો છે. પોલીસે 50 હજારથી વધુની કિમતના 0.168 ગ્રામ અફીણ સહીત કુલ 65 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત દિવસે દિવસે જાણે ક્રાઇમ સિટી બનતુ જઇ રહ્યુ છે. વારંવાર નશાનું નેટવર્ક અહીંથી ઝડપાતુ રહે છે. ત્યારે ફરી એક વાર નશાનો વેપાર સુરતના ઝોન વન LCB પોલીસ ટીમે સારોલી ચેક પોસ્ટ ટી પોઇન્ટ ત્રણ રસ્તા પાસેથી અફીણના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડયો છે. પોલીસે 50 હજારથી વધુ કિમતના 0.168 ગ્રામ અફીણ સહીત કુલ 65 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
