શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Featured Video Play Icon
Spread the love

શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યા
શિવભક્તો ભગવાન ભોળેનાથની ભક્તિમાં લીન જોવા મળ્યા હતાં.

શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સુરતના ગંગેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તો ભગવાન ભોળેનાથની ભક્તિમાં લીન જોવા મળ્યા હતાં.

શ્રાવણના અંતિમ સોમવારે ગંગેશ્વર મહાદેવ મંદિર સહિત શહેરના વિવિધ શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. હર હર મહાદેવના નાદથી સમગ્ર શિવાલય ગુંજી ઉઠ્યું હતું. ગંગેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મહાઆરતી બાદ ભક્તોને ભગવાન શિવના દર્શન સાથે શિવલિંગ પર જલાભિષેક કરવાની તક પણ આપવામાં આવી હતી. શ્રાવણના અંતિમ સોમવારે ભક્તિમય માહોલથી સમગ્ર મંદિર પરિસર શિવમય બની ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *