સુરત પોલીસનું નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન

Featured Video Play Icon
Spread the love

સુરત પોલીસનું નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન
લાખોના ગાંજાના જથ્થા સાથે ઓરિસ્સાવાસી ઝડપાયો
પાંડેસરા ખાતે રહેતા મંગલુ દિવાકર સેઠીને ઝડપી પાડ્યો

સુરત પોલીસનું નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સારોલી પોલીસે લાખોના ગાંજાના જથ્થા સાથે ઓરિસ્સાવાસીને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ગેરકાયદે ડ્રગ્સ, ગાંજા અને ચરસની હેરાફેરી કરનારાઓ ને ઝડપી પાડવા સુચના અપાય હોય જેને લઈ ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 જામીર, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનર ડી ડીવીઝનની સુચનાને લઈ પીઆઈ એસઆર વેકરીયાની ટીમ પીએસઆઈ એસઆર રાણાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો વિપુલસિંહ અને અપોકો વિલેશને મળેલી બાતમીના આધારે રાત્રીના સમયે સાબરગામ ત્રણ રસ્તા પાસેથી ઓરિસ્સાવાસી અને હાલ પાંડેસરા ખાતે રહેતા મંગલુ દિવાકર સેઠીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેના પ્લાસ્ટીકના કોથળાની તપાસ કરતા તેમાંથી 6 લાખ 93 હજારથી વધુની કિંમતનો 13.868 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *